Watch a complete video on our webinar on 'Investing In The Post Covid-19 World. What's Next For Investors?'. Watch Now

30 Jan 2020 by Research and Ranking
શેરબજારમાં પૂર્વગ્રહયુક્ત અને લાગણીશીલ વર્તણુક નુકશાનકર્તા હોય છે

શેરબજારમાં રોકાણકાર એ બાબતે મૂંઝવણમાં હોય છે કે “ એક તરફ એમનો અભ્યાસ અને એનાલિસિસ એમ કહે છે કે શેરને પકડી રાખો જયારે બીજી તરફ ગભરાહટભર્યું મન કહે છે વેચી દો “

“ રોકાણકારની મુખ્ય સમસ્યા –અરે એનો સૌથી મોટો દુશ્મન –મુખ્ય તો એ જાતે જ હોય છે “ 

---બેન્જામીન ગ્રેહામ 

જો તમે તમારી એનાલીટીકલ સ્કીલ પર અવલંબન રાખતા હો તો જુદાં જુદાં વેલ્યુએશન લઇ સ્ટ્રેટેજી નક્કી કરી તમે રોકાણ માટે તૈયાર હશો પરંતુ માનવીય લાગણીઓ આમ કરવા દેતું નથી ખાસ તો જયારે શેરની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે આવા સમયે શેરના ભાવ ઘટવાના કારણો અને એની અસર જાણ્યા વિના એ વેચી દેતો હોય છે અને ત્યાંથી પૂર્વગ્રહયુક્ત લાગણીઓની શરૂઆત થાય છે 

હાવર્ડ માર્કે કહ્યું છે કે “ સફળ થવા માટે રોકાણકારે માત્ર ફાયનાન્સ એકાઉન્ટસ અને અર્થશાસ્ત્ર જ નહિ સાયકોલોજીને પણ સમજવું મહત્વનું છે “   આપણે આ પૂર્વગ્રહોને જોઈએ 

ઓવરકોન્ફીડન્સ 

થોડાં રોકાણકારોને ફાંકો હોય છે કે તેઓ માર્કેટને ટાઇમ કરી શકે છે એટલેકે બજાર ક્યારે પડશે કે ઉચકાશે એની સફળ આગાહીઓ કરી શકે છે આવા ફાંકાને લીધે તેઓ વારંવાર ખરીદ વેચાણ કરે છે અને આથી એમનું વળતર ઘટે છે કારણકે લેવેચમાં દલાલી તથા અન્ય ખર્ચ વધે છે આવા રોકાણકારો એ ભૂલી જાય છે કે ક્યારે તેઓ નિષ્ફળ ગયા હતા અને સફળ એ નસીબને લીધે થયા હોય છે એ 

માહિતી અંગે પૂર્વગ્રહ 

બજારમાં માહિતીનો ધોધ જુદાં જુદાં માધ્યમોમાંથી વહેતો હોય છે જેવાકે આર્થિક ચેનલો છાપા સોશિયલ મીડિયા મિત્રો અને ઓળખીતાઓ તરફથી મળતી માહિતીઓ આવા સમયે સાચી અને પોતાના રોકાણને લાગતીવળગતી માહિતી જાણવું મુશ્કેલ બને છે 

આવા સમયે ઘણાં રોકાણકારો એમને બધી જ માહિતીઓ છે એમ વિચારી ખોટા શેરો એટલેકે નફો કરતા શેરો વેચી દેતા હોય છે અને નુકશાનકર્તા શેર પકડી રાખતા હોય છે વાસ્તવમાં આવા સમયે એમણે મરજીન ઓફ સેફટી યોગ્ય નિર્ણય લેવો જોઈએ 

બજારના ટ્રેન્ડ પ્રમાણે ચાલો એવો પૂર્વગ્રહ 

નફામાં આનંદ કરતાં નુકશાનનું દુઃખ વધુ હોય છે એ સ્વાભાવિક છે આવા સમયે રોકાણકાર જેના ભાવ વધી રહ્યા છે એક કંપનીના શેર વેચી દેતા હોય છે અને જેના ભાવ ઘટતા હોય એને પકડી રાખે છે અને વધુ નુકશાન કરી બેસે છે 

અહમનો પૂર્વગ્રહ 

ઘણાં શેરબજારમાં કમાતા હોય ત્યારે પોતાની બુદ્ધિને એનો શ્રેય આપતા હોય છે અને નુકશાન જાય ત્યારે ત્યારે નસીબને ગાળો આપે છે અને નહીકે પોતાની ભૂલને આને કારણે તેઓ આવી ભૂલ વારંવાર કરતા રહે છે 

ફાંકો 

“ હું જાણતો જ હતો કે આવું થશે “ આ વાક્ય કોણે નહિ સાંભળ્યું હોય ? આવા ફાંકા પણ તમારા પોર્ટફોલિયોને અસર કરી શકે છે 

શેરોમાં પૂર્વગ્રહયુક્ત રોકાણ કદી હોવું ના જોઈએ રોકાણ હંમેશા કંપનીના ફન્ડામેન્ટલસ અને અન્ય ડેટા તથા યોગ્ય રીસર્ચ કરીને જ થવું જોઈએ અને લાંબાગાળા માટેનું હોવું જોઈએ હા આ અઘરું છે પરંતુ મુશ્કેલ નથી 

જાસોન ઝ્વીગ કહે છે કે “ રોકાણ એ અન્યને હરાવવાની રમત નથી પરંતુ પોતાની રમત પર જ અંકુશ રાખવાની કવાયત છે “  સફળ રોકાણકારો આજ કરે છે અને આજ એક માર્ગ છે શેરબજારમાં સફળ થવાનો 

રીસર્ચ એન્ડ રેન્કિંગ

આ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અને કોઈ શેરમાં રોકાણ કે લેવેચ કરવાની સલાહ નથી શેરમાં રોકાણ કે લેવેચ કરવા તમારા નાણાંકીય સલાહકારની સલાહ અચૂક લેવી 

Wish To Know More?

Free Research Reports

Get Free Fundamental Stock Market Research Reports Worth Rs. 10,000 The recommended two fundamental stocks are to demonstrate the depth of research conducted at Research & Ranking. This should not be considered as free trial of our services.