Watch a complete video on our webinar on 'Investing In The Post Covid-19 World. What's Next For Investors?'. Watch Now

21 Jan 2020 by Research and Ranking
૫ સેક્ટરસ જેમાં 2020 માં સોનેરી તક છે

ભારત આજે વસ્તીને આધારે રોકાણની વિપુલ તકો અને ગ્રાહકલક્ષી માંગને આધારે સૌથી વધુ ગતિએ આગળ વધતું અર્થતંત્ર છે. 

વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત!

તો ચાલો જોઈએ રોકાણકારો માટેની આ તકો. 

આજે આપણું અર્થતંત્ર 2.9 ટ્રીલીયન ડોલરનું છે જે થોડાં જ વર્ષોમાં બમણું થઇ વિશ્વનું ત્રીજા નંબરનું થઇ જશે આ વધારો ભારતના સૌથી મોટા મધ્યમ વર્ગને આભારી છે. 

વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં મધ્યમ વર્ગના સરાસરી ૨૯ વર્ષનું આયુ ધરાવતા 46% કર્મચારીઓ હશે જે કુટુંબ દીઠ આવકનો 70% હિસ્સો ધરવતા રહેશે.

આની સીધી અસર યુવાનોના હાથમાં ખર્ચ કરવા વધુ આવક જે ખોરાક ટુ વ્હીલર કાર ગ્રાહકલક્ષી માલ કપડાં અને ઈલેક્ટ્રોનિક પર ખર્ચ કરશે જો ખર્ચ વધશે તો એ માટે લોન ખર્ચ પણ વધશે. 

બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપના ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી ) અંગેના શ્વેતપત્ર અનુસાર ઘરખર્ચમાં વધારો શહેરીકરણ અને વિભક્ત કુટુંબોને લીધે એફએમસીજી સેક્ટરમાં ગ્રોથ થશે. એફએમસીજી સેક્ટર આજે જે 65 બિલિયન ડોલર છે એ આવનારા 5-10 વર્ષ સુધી 13% થી 14% દરે વધી 2025 સુધીમાં 220-240 બિલિયન ડોલર થઇ જશે.

ભારત આજે 560 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તા સાથે વિશ્વનું ચીન પછી ત્રીજા નંબરનું ડીજીટલ ગ્રાહક છે અને 2023 સુધીમાં આ આંકડો 666.40 મિલિયન વપરાશકર્તા  સુધી પહોચવાનો અંદાજ છે ભારતનો ઈન્ટરનેટ વપરાશકર્તા વધુ સ્પીડ માટે નેટવર્ક સ્વીચ કરતા અચકાતો નથી એથી અહી ટેલીકોમ ક્ષેત્રે ખુબ વિપુલ તક રહેલી છે.

આવનારી તકો:

ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હાઉસિંગ 

મેકેન્સી ગ્લોબલ ઇન્સ્ટીટયુટના અહેવાલ મુજબ 2025 સુધીમાં ભારતમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 69 શહેરો હશે આ શહેરોના વિકાસને ધ્યાનમાં લઈએ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ બિલ્ડીંગ મટીરીયલ કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરસ કેપિટલ ગુડ્સ હાઉસિંગ ફાયનાન્સ વગેરે સેક્ટરની ખુબ માંગ રહેશે. 

મેન્યુફેક્ચરિંગ 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં 100 દેશોની ક્ષમતાના આધારે 30 માં ક્રમાંકે છે સરકારના “મેક ઇન ઇન્ડિયા“ અને “સ્કીલ ઇન્ડિયા“ કે જે 25 મોખરાના સેક્ટરમાં છે એના આધારે આ ક્રમાંક આપવામાં આવ્યો છે છેલ્લા ત્રણ થી ચાર વર્ષોમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના 10 માંથી 9 પેરામીટર્સમાં ભારત આગળ રહ્યું છે. 

ભારતમાં જીઈ સીમેન્સ એચટીસી ટોશિબા અને બોઇંગ જેવી જાયન્ટ કંપનીઓ પ્લાન્ટ નાખી રહી છે એથી ભારત હાઇટેક મેન્યુફેક્ચરિંગના હબ તરીકે ઉભરી રહ્યું છે. 

ઓટોમોબાઇલ્સ 

ભારતમાં  ઓટો પાર્ટ્સ અને ઓટોને લગતી ચીજોની ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા વર્ષોમાં ખુબ મોટો ગ્રોથ થયો છે આ ઇન્ડસ્ટ્રીઝ નો દેશના જીડીપીમાં 2.9 ટકાનો છે અને એનું 2018 ના વર્ષમાં ટર્નઓવર 51.2 બિલિયન ડોલર રહ્યું છે. 

ઓટોમોટીવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસીએમએ) અનુસાર ઓટો પાર્ટ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 2021 સુધીમાં 100 બિલિયન ડોલરનું થઇ જશે અને 2026 માં એનું એકસપોર્ટ 80 થી 100 બિલિયન ડોલર થશે. 

ઇલેક્ટ્રોનિકસ

ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઝડપી ગતિએ વધી રહી છે જે 2020 સુધીમાં 400 બિલિયન ડોલર પર પહોચી જશે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વધારવા ભારતે એફડીઆઈ નિયમો હળવા કકર્યા છે જેમાં પોર્ટ બેઝ ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ટેકનોલોજી પાર્ક (ઇએચટીપી ) સ્પેશીયલ ઇકોનોમીક ઝોન (એસસીઝેડ) મુખ્ય છે.

ડીફેન્સ સેક્ટર 

શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર દેશ મટીને ભારત હવે શસ્ત્ર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ પગલાં લઇ રહ્યું છે આ માટે ભારતે ડીફેન્સ પ્રોક્યુરમેન્ટ પ્રોસીજર (ડીપીપી 2016) અને એફડીઆઈ માં સુધારા કર્યાં છે જે અનુસાર વિદેશી શસ્ત્ર ઉત્પાદકો ભારતના ઉત્પાદકો સાથે ભાગીદાર બનવા તરફ વળ્યા છે. 

તકો વિપુલ માત્રામાં છે તમારે એ માત્ર ઝડપી લેવાની છે. આ ઝડપી ગ્રોથ રેટને લીધે શેરબજારમાં આજ સુધી ઉછાળો જોવા મળ્યો એ તો કઈ નથી ભવિષ્યમાં એથી બમણો ઉછાળો આવશે.

આમ રોકાણની ઉત્તમ તકો છે જે સાચી અને યોગ્ય કંપનીઓમાં રોકાણ કરી ઝડપી લેવાનો આ સમય છે. 

રીસર્ચ એન્ડ રેન્કિંગ તમને સારી સારી ગ્રોથ પામતી કંપનીઓ શોધવામાં મદદ કરશે, સાથે સાથે એ કંપનીઓનું મોનીટરીંગ કરી તમને એનો પ્રોગ્રેસ જણાવતા રહેશે જે તમારા લાંબાગાળાના રોકાણના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થશે. 

Wish To Know More?

Free Research Reports

Get Free Fundamental Stock Market Research Reports Worth Rs. 10,000 The recommended two fundamental stocks are to demonstrate the depth of research conducted at Research & Ranking. This should not be considered as free trial of our services.